WPL ની પ્રથમ સીઝનની ચેમ્પિયન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈની ટીમે ફરી એકવાર ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવી ટ્રોફી પોતાને નામે કરી છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં કેપ્ટન કૌરની યાદગાર ઇનિંગ્સ અને ટીમની મજબૂત બોલિંગના કારણે મુંબઈએ દિલ્હીને 8 રને હરાવીને બીજી વખત ચેમ્પિયનશિપ જીતી લીધી છે.
ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં દિલ્હી 9 વિકેટે 141 રન જ બનાવી શકી હતી. આમ, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 8 રનથી વિજય મેળવ્યો હતો. આ સાથે, MI બીજી વખત WPL ચેમ્પિયન બન્યું છે.મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 66 રનની ઈનિંગ રમી હતી, જ્યારે સાયવર બ્રન્ટે 30 રનની ઈનિંગ રમી હતી.