મૂળ કચ્છના ગાંધીધામની રહેવાસી અને ફિલ્મીપડદે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અભિનેત્રી કોમલ ઠક્કર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે જ તે પોતાની ખૂબસુરતીને લઈને પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે.
ત્યારે હાલમાં જ અભિનેત્રી કોમલ ઠક્કરે ફોટોફૂટ કરાવ્યું હતું. અભિનેત્રીએ સાડીમાં કરાવેલ હોટ ફોટોશૂટ ખબૂ જ ચર્ચામાં છે અને તેના હજારો ફેન્સ પણ આ ફોટોશૂટની પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રીએ દરિયાકિનારે આ ફોટોશૂટ કરાવ્યું હતું.
મહત્વનું છે કે કોમલે ફિલ્મીપડદે પોતાની કારકિર્દીની શરૂઆત હિતેન કુમાર સાથેની ફિલ્મ અલખના અજવાળાથી કરી હતી. આ ઉપરાંત તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેમજ કોમલે વર્ષ 2016માં માય ફાધર ઇકબાલ નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ તે સંઘવી એન્ડ સન્સ નામની ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી.