સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપાર યુદ્ધ અને યુએસ વ્યાજદરમાં ઘટાડો થવાના ભયને કારણે સોનાની સલામત સંપત્તિ તરીકેની આકર્ષણ વધી રહ્યું છે. ત્યારે શનિવારે દેશમાં 24 કેરેટ સોનાની કિંમત હવે 90,000ને પાર પહોંચી ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 83 હજારની નજીક પહોચવા આવ્યું છે.વર્તમાન ભાવની વાત કરીએ તો, 22 માર્ચ, શનિવારે આજે 24 કેરેટ સોનાની કિંમત 90,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 82,700ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 90,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટની કિંમત 82,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 82,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 90,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.સોનાના ભાવમાં તાજેતરના જબરદસ્ત વધારા પાછળ ઘણા વૈશ્વિક કારણો છે. તેનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વધતી માંગ છે.