અભિનેતા અક્ષય કુમાર આગામી સમયમાં હોરર-કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ભૂત-બંગલા છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં હવે વધુ એક અભિનેતાની એન્ટ્રી થઈ છે. ફિલ્મને લઈને સામે આવેલી અપડેટ મુજબ સાઉથના અભિનેતા રામ ચરણની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ છે.
ફિલ્મનું શૂટિંગ હાલ જયપુર મેન્શનમાં કરવામાં આવ્યું હતું. હવે શે્ડયુલ પુરુ થઇ જતાં સેટ પરની તસવીરો લીક થઇ છે, જેમાં રામ ચરણ જોવા મળી રહ્યો છે. તસવીરમા રામ ચરણ દિગ્દર્શક પ્રિયદર્શન સાથેવાત કરતો જોવા મળી રહ્યો છે. તેઓ કોઇ સીન બાબતે વાતચીત કરી રહ્યા તેમ અટકળ કરવામાં આવી રહી છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, વામિકા ગબ્બી, કબ્બૂ, રાજપાલ યાદવ, જિશુ સેનગુપ્તા જેવા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ આગામી એપ્રિલ, ૨૦૨૬માં રીલિઝ કરવામાં આવશે.