IPL 2025 સીઝનની ત્રીજી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી.ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ મુંબઈને ચાર વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ 155 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી તિલક વર્માએ સૌથી વધુ 31 રન બનાવ્યા હતા.
જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 29 રન બનાવ્યા હતા. અંતે દીપક ચાહરે 15 બોલમાં અણનમ 28 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. CSK માટે નૂર અહેમદ સિવાય, ખલીલ અહેમદે 29 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે નાથન એલિસ અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.
156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈને 4 વિકેટે હરાવ્યું હતું. 156 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈએ 6 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો. ચેન્નાઈ તરફથી રચિને 65 અને કેપ્ટન રુતુરાજે 53 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી વિગ્નેશ પુથુરે 3 વિકેટ લીધી.