આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક એઆર મુરુગાદોસની સલમાન ખાન અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ સિકંદર છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, ‘સિકંદર’ વિશે લોકોમાં ઘણો ક્રેઝ છે. ત્યારે આખરે આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા પહેલા જ તેનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ મારફતે ફરી એકવાર સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળશે.
https://www.youtube.com/watch?v=BAk5ZCoTWY8
આ ફિલ્મમાં ચાહકોને સલમાન ખાન અને રશ્મિકા મંધાનાની જોડી જોવા મળશે અને આ પહેલી વાર હશે જ્યારે લોકોને મોટા પડદા પર તેમની કેમેસ્ટ્રી જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકા મંદાના ઉપરાંત તેમાં શરમન જોશી, સત્યરાજ, કાજલ અગ્રવાલ, અંજિની ધવન અને પ્રતીક બબ્બર જેવા દિગ્ગજ કલાકારો પણ છે, જેઓ મોટા પડદા પર ધૂમ મચાવશે.‘સિકંદર’ એક એક્શનથી ભરપૂર, હાઇ-ઓક્ટેન થ્રિલર ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે તે 2025માં ઈદના અવસર પર રિલીઝ થશે.આ ફિલ્મ 30 માર્ચ, 2025 ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.