આશુતોષ શર્માના લડાયક અણનમ 66 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 1 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. સોમવારે IPL 2025નો ચોથો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થયો હતો. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવ્યા હતા.
લખનઉ તરફથી નિકોલસ પૂરે 30 બોલમાં 75 રનની ઈનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બોલમાં 72 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્કે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં દિલ્હીએ 19.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્માએ 31 બોલમાં 5 ફોર અને5 સિક્સર સાથે અણનમ 66 રન બનાવી ટીમને જીત અપાવી હતી. આશુતોષ સિવાય દિલ્હી તરફથી વિપરાજ નિગમે 15 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 39 રન બનાવ્યા હતા.