ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા બસ સેવાના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજે મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ કરવામાં આવશે.
એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને અસર થશે. આજ રાત્રે 12.00 કલાક બાદથી એટલે કે તા. 29-03-2025થી GSRTCની બસોના ભાડામાં 10 ટકા જેટલો વધારો થશે. આ વધારો વિવિધ દરની ટિકિટો પર રૂપિયા 1થી 4 સુધીનો વધશે. ખાસ કરીને લોકલ સર્વિસમાં મુસાફરી કરતા અંદાજિત 10 લાખ મુસાફરોને 48 કિમી સુધીની મુસાફરીમાં 1થી 4 રુપિયા વધુ ચૂકવવા પડશે.
આ વધારો વિવિધ દરની ટિકિટો પર રૂપિયા 1થી 4 સુધીનો વધશે. ખાસ કરીને લોકલ સર્વિસમાં મુસાફરી કરતા અંદાજિત 10 લાખ મુસાફરોને 48 કિમી સુધીની મુસાફરીમાં 1થી 4 રુપિયા વધુ ચૂકવવા પ
ડશે.