તમે ઘણીવાર પોપટને માણસોની જેમ વાત કરતા સાંભળ્યા હશે. પણ શું તમે ક્યારેય કાગડાને બોલતો જોયો છે? હા, મહારાષ્ટ્રના પાલઘરમાં એક કાગડો માણસોની જેમ વાત કરે છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ગરગાંવ ગામમાં એક આદિવાસી પરિવાર રહે છે.
આ પરિવારની એક દીકરીએ થોડા સમય પહેલા કાગડાના બચ્ચાને પોતાની સાથે ઘરે લઈ આવી હતી. ત્યારથી આ કાગડો આ પરિવારની સાથે જ ઉછેર્યો છે. નાનપણથી જ માણસોની સાથે રહેનાર આ કાગડો સાથે રહીને મરાઠી બોલતા શીખી ગયો છે. કાગડોને આ રીતે બોલતો જોઈને લોકો પણ હેરાન થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ કાગડો વાઈરલ થઈ રહ્યો છે. કાગડો મરાઠી ભાષામાં કાકા આહેત કા ? બોલી રહ્યો છે. આ રીતે તે મરાઠીમાં અંકલ, ડેડ જેવા શબ્દો પણ બોલે છે.