સામાન્ય રીતે માતા પોતાના બાળકોને કોઈને કોઈ વાત પર રોક ટોક કરતા હોય છે. ઘણીવાર બાળક તેમની ના માને તો ગુસ્સો કરતા હોઈએ છીએ અને ક્યારેક માર માર પણ મારતા હોઈએ છીએ. જોકે બાળકોની વાત સાંભળતા નથી. ત્યારે માતા પિતા અને બાળકોને લઈ સરસ મજાનું મજાનું ગીત લોન્ચ કરવામાં આવ્યું છે.
બચ્ચા હું, મુઝે બચ્ચા હી રહને દો ગીત ગીત ‘બ્લેક પેન્થર’ ટીમે ગાયું છે. જોકે એક મજાની એ છે કે આ બ્લેક પેન્થર ટીમમાં પિતા , માતા અને બે બાળકો છે. આ ઓડિયો સોંગમાં દીપક સુથાર, તેમની પત્ની હેતલ અને બે બાળકો શ્રેયાંશ અને હેરી એ કામ કર્યું છે.
https://youtu.be/Xs5KIhHmKU4?si=IVz_QN9BOCJuuRmK
ગીત કમ્પોસ અને તેમાં અવાજ દીપક સુથારે આપ્યો. આ ગીત યુ ટ્યુબ પર @dipakonly18 નામની ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં જ તેનું પોસ્ટર માણસાના પૂર્વ MLA અમિતભાઈ ચૌધરીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.