ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં મોટી જવાબદારી મળી છે. ગાંગુલીને ICC મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ICC એ રવિવારે આ જાહેરાત કરી હતી. ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણને પણ આઈસીસીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.
2000થી 2005 સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર ગાંગુલી 2021માં પહેલીવાર આ સમિતિના અધ્યક્ષ બન્યા હતા.વીવીએસ લક્ષ્મણને આઈસીસી મેન્સ ક્રિકેટ કમિટીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાંગુલી-લક્ષ્મણ ઉપરાંત આ સમિતિમાં હામિદ હસન, ડેસમંડ હેન્સ, ટેમ્બા બાવુમા અને જોનાથન ટ્રોટનો સમાવેશ થાય છે. ગાંગુલી અને લક્ષ્મણ પણ અગાઉ ICCમાં આ જવાબદારી નિભાવી ચૂક્યા છે.