ગુરુવારે રમાયેલી મેચમાં મુંબઈએ સનરાઈઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવી મેચ પોતાના નામે કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને હૈદરાબાદને પહેલા બેટિંગ આપી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટ પર 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 166 રન બનાવીને જીત હાંસલ કરી છે. મુંબઈ તરફથી વિલ જેક્સે 36 રન ફટકાર્યા હતા અને બે વિકેટ પણ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 21 અને રાયન રિકેલ્ટને 31 રન બનાવ્યા હતા.