ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચે ચેપોકમાં થયેલી ટક્કરમાં હૈદરાબાદનો પાંચ વિકેટે વિજય થયો હતો. આ સાથે જ હૈદરાબાદે પ્લેઓફની આશા જીવંત રાખી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, ચેન્નાઈએ હૈદરાબાદ માટે 155 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
જવાબમાં હૈદરાબાદે 18.4ઓવરમાં પાંચ વિકેટે 155રન બનાવીને મેચ જીતી લીધી. જેના જવાબમાં હૈદરાબાદની ટીમે પાંચ વિકેટથી મેચ પોતાના નામે કરી હતી.હૈદરાબાદની ટીમમાંથી ઇશાન કિશાને સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદ તરફથી હર્ષલ પટેલે ચાર વિકેટ લીધી જ્યારે પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટે બે-બે વિકેટ લીધી. આ ઉપરાંત મોહમ્મદ શમી અને કમિન્ડુ મેન્ડિસને એક-એક સફળતા મળી હતી. ઈશાન કિશનના 44 રન તથા કામિંદુ મેન્ડિસની 32 રનની અણનમ ઈનિંગ્સની મદદથી હૈદરાબાદે આઠ બોલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો.