હાલ જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાને લઈ દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતના લોકો પાકિસ્તાન અને આતંકવાદ સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં NCERTએ મોટો નિર્ણય લીધો છે. NCERTએ ધોરણ 7ના પુસ્તકોનો અભ્યાસક્રમ બદલ્યો છે. ઇતિહાસ અને ભૂગોળના પાઠ્યપુસ્તકોમાંથી મુઘલ સલ્તનત અને દિલ્હી સલ્તનતના વિષયો દૂર કરવામાં આવ્યા છે, જોકે મહાકુંભ સહિત ગવર્નમેન્ટ ઇનીશીએટીવ જેવા મેક ઇન ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓને પુસ્તકોમાં ઉમેરવામાં આવ્યા છે.

ચાલુ સપ્તાહમાં જારી કરવામાં આવેલા નવા પાઠયપુસ્તકો નવી નેશનલ એજયુકેશન પોલિસી (એનઇપી) અને નેશનલ કરીકયુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજયુકેશન (એનસીએફએસઇ), 2023ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એનઇપી અને એનસીએફએસઇ શાળા શિક્ષણમાં ભારતીય પરંપરાઓ, તત્ત્વજ્ઞાાન, જ્ઞાાન પ્રણાલી અને સ્થાનિક સંદર્ભને સામેલ કરવા પર ભાર મૂકે છે.