સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં 10મા અને 12મા બોર્ડના પરિણામો જાહેર કરશે. બોર્ડ દ્વારા એક કે બે દિવસમાં જ એટલે કે 15 મે સુધીમાં બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. બોર્ડ દ્ધારા ડિજીલોકરની ઍક્સેસ આપીને આની શક્યતા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. બોર્ડે ગયા વર્ષે 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું હતું.
CBSE એ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં લગભગ 42 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી CBSEના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જોકે બોર્ડ તરફથી હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે બોર્ડ તરફથી એક કે બે દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.CBSE દ્વારા વિદ્યાર્થીઓને DigiLocker નું એક્સેસ આપવામાં આવ્યું છે. CBSEનું પરિણામ ગયા વર્ષે 13 મેના રોજ જાહેર થયું હતું.