ડોક્ટર અને દર્દીને સાંકળતી એક મહત્વની કડી નર્સ છે.મોટાભાગના લોકો ડોક્ટરોને ઘણું મહત્વ આપે છે પણ નર્સોની એટલી કદર કરતા નથી. પરંતુ એક ડૉક્ટર કોઈપણ દર્દીને સાજા કરવામાં જેટલું યોગદાન આપે છે, તેટલી જ મહેનત એક નર્સ પણ કરે છે. નર્સ માત્ર દર્દીની સંભાળ જ રાખતી નથી પણ દર્દીનું મનોબળ પણ વધારે છે. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ નર્સ દિવસ તરીકેની ઉજવણી થઈ રહી છે, ત્યારે તબીબી નિદાન અને સારવારમાં નર્સની ભૂમિકાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાઈ અને તેની સેવાને પ્રોત્સાહન અપાય તે માટે આ દિવસ ૧૯૫૩ થી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.૧૯૬૫ માં વૈશ્વિક લેવલે અને ૧૯૭૪ થી વિશ્વના તમામ દેશોમાં ઉજવાય છે. લોક આરોગ્ય માટે નર્સની ભૂમિકા અહમ છે. અકસ્માત સમયે ઇમરજન્સીમાં તેની વિશેષ કાળજી, સમયસુચકતા દર્દીનું જીવન બચાવી શકે છે. આવા સમયે તેને ઝડપથી કાર્ય કરવા સતત ખડે પગે રહેવું પડે છે. આ વર્ષની ઉજવણી થીમ “આપણી નર્સો આપણું ભવિષ્ય” છે. નર્સોની સુખાકારી અને વિશ્વભરમાં સ્થિતિસ્થાપકતા આરોગ્ય પ્રણાલીને મૂળભૂત બનાવવા તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નર્સોનું યોગદાન અપાર છે. નર્સો પીડા વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નર્સ દિવસનો ઇતિહાસ
લોકપ્રિય નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલની યાદમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ફ્લોરેન્સ નાઈટીંગેલનો જન્મ 12 મેના રોજ થયો હતો. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ સૌપ્રથમ 1974 માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે જેથી લોકો ફક્ત ડોકટરો જ નહીં પરંતુ નર્સોનો પણ આદર કરે.