પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાન ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થયા બાદ હવે 24મી મે સુધી આ જારી રહેશે. બોલિવુડની અનેક હસ્તીઓ પહોંચી ચુકી છે.
ફ્રાન્સના કાનમાં આનુ આયોજન હમેંશા કરવામાં આવે છે. ટોપ સલિબ્રિટીઓ રેડ કાર્પેટમાં જાદુ જગાવવા માટેની તૈયારીમં છે. આ વખતે ભારત માટે કેટલીક ખાસ બાબત છે. કારણ કે આ વખતે ગ્રાન્ડ પ્રિક્સ વિજેતા ઓલ વી ઇમેજિન એઝ લાઇટના નિર્દેશક પાયલ કાપડિયા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જૂરી સભ્યોમાં સામેલ છે. આલિયા ભટ્ટ, એશ્વર્યા રાય કેટલીક શ્રેણીમાં ભાગ લેશે,.જેક્લીન પણ દેખાશે.
