હાલના દિવસોમાં ડિજિટલ યુગ છે. ઘણા કામો ઓનલાઈન થઈ રહ્યા છે. ખરીદીથી લઈને બીજા ઘણા કામો ફક્ત એક ક્લિકથી ઘરે કરી શકાય છે. આવી સ્થિતિમાં ભારત પણ સમય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં ડિજિટલ યુગમાં પાસપોર્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ સેવા શરુ કરવામાં આવી છે.
ઈ-પાસપોર્ટ એક ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે. તેની પાછળના ભાગે એક RFID ચિપ અને એન્ટીના હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનું નામ, જન્મતારીખ, પાસપોર્ટ નંબર, ફેસ અને ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી સુરક્ષીત રહે છે. આ ડેટા આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમો BAC, PA અને EAC અનુસાર એન્ક્રિપ્ટેડ છે. સાદા પાસપોર્ટની સરખામણીએ આ વધુ સુરક્ષિત છે.
દેશમાં હાલ પ્રાથમિક ધોરણે કેટલીક પ્રાદેશિક કચેરીઓમાં આ ઈ પાસપોર્ટ સેવા શરુ કરવામાં આવી છે. આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે સાથે જ ઈમિગ્રેશન પ્રક્રિયા, સુરક્ષા અને કૉન્ટેક્ટલેટ થઈ જશે. દેશમાં આ નવી પહેલ શરૂ થતાની સાથે જ ભારત અમેરિકા, યુકે, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા 120 દેશોમાં સામેલ થઈ ગયા છે, જેઓ પહેલેથી જ ઈ-પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે.