14 વર્ષનો યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ પટના એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને તેમના આશીર્વાદ મેળવ્યા. IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે ઝડપી સદી ફટકારનાર વૈભવ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વૈભવ સૂર્યવંશીની પીએમ મોદી સાથેની આ મુલાકાત યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલને દર્શાવે છે.
પટના એરપોર્ટ પર વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા, આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ સાથે હતા. પ્રધાનમંત્રી મોદીએ પટના એરપોર્ટ પર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની તસવીર શેર કરતાં તેમણે આગળના કરિયર માટે શુભકામનાઓ આપી છે. IPL 2025માં વૈભવે 7 મેચમાં 252 રન બનાવ્યા, જેમાં 35 બોલમાં ઝડપી સદીનો સમાવેશ થાય છે, જેનાથી તે IPLમાં સૌથી ઝડપી ભારતીય સદી ફટકારનાર ખેલાડીઓમાં સામેલ થયો.