રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની MPC મીટિંગના પરિણામો આવી ગયા છે અને સેન્ટ્રલ બેન્કે ફરી એકવાર મોટી રાહત આપી છે. RBIએ રેપો રેટમાં 0.50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ગત ફેબ્રુઆરી-એપ્રિલમાં પણ 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલના લેટેસ્ટ નિર્ણય બાદ રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.50 ટકા પર આવી ગયો છે. જણાવી દઈએ કે, અગાઉની બે MPC બેઠકોમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બેંક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે તેમનો EMI વધુ ઘટાડવામાં આવશે.
EMI માં થશે ઘટાડો
રેપો રેટ સીધો બેંક લોન લેતા ગ્રાહકો સાથે જોડાયેલો છે. તેના ઘટાડાને કારણે, લોનનો EMI ઘટે છે અને તેના વધારાને કારણે, તે વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વાણિજ્યિક બેંકોને નાણાં ધિરાણ આપે છે. મોનેટરી ઓથોરિટીઝ દ્વારા રેપો રેટનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.