દાહોદના કાઉન્સિલર ભરૂચ જિલ્લાના જંબુસર કાવી કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શને આવ્યા હતા, જોકે આ દરમિયાન દાહોદ નગર સેવા સદનના કોર્પોરેટરની ગાડી દરિયાઈ પાણીમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને લઈ આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા.
કારને દરિયાઈ પાણીમાંથી બહાર કાઢવા સ્થાનિક પોલીસ અને તંત્રની મદદ લેવામાં આવી હતી. ગાડીને ટ્રેક્ટરના માધ્યમથી રસ્સાવડે ખેંચી મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. કાવી કંબોઇ દરિયામાં ભરતી આવવાના કારણે ગાડી ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે.