ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન, એક ભારતીય બેટ્સમેને 33 બોલમાં સદી ફટકારીને હંગામો મચાવ્યો છે. વાસ્તવમાં, આ બેટ્સમેને મધ્યપ્રદેશ ટી20 લીગ 2025 ની 18મી મેચમાં આ તોફાની સદી ફટકારી હતી. આ સાથે તેણે વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2025માં ફટકારેલી 35 બોલની સદીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
મધ્યપ્રદેશ લીગમાં અભિષેક પાઠકે વૈભવ કરતા ઝડપી સદી ફટકારી હતી, તેણે ફક્ત 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પાઠકે આ વિસ્ફોટક ઇનિંગમાં ફક્ત છગ્ગાથી 90 રન બનાવ્યા હતાઅભિષેક ત્રિપાઠીએ 48 બોલમાં 133 રનની ઈનિંગ રમી હતી, આ દરમિયાન તેને 15 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.