સોમવારે ઓમાનના અખાતમાં એક ઓઇલ ટેન્કરMT Yi Cheng 6માં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતા. જહાજમાં આગ લાગવાની ઘટના અંગે જાણ થતા ભારતીય નેવી તાત્કાલિક ધોરણે મદદ માટે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
મળતી માહિતી મુજબ, ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પલાઉ એમટી યી ચેંગ 6ના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જહાજની બત્તી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતાં. ભારતીય નૌસેનાને આ દુર્ઘટનાની જાણ થતાં જ તે મદદ માટે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.