રાજધાની દિલ્હીમાં ૧૫ વર્ષ જુના પેટ્રોલ અને ૧૦ વર્ષ જુના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો અમલ થતા જ પોલીસ હવે આવા તમામ જુના વાહનોને જપ્ત કરવા લાગી છે. આ વાહનોને ઈંધણ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલનો હેતુ રાજધાનીની હવાની ગુણવત્તા સુધારવાનો છે. પેટ્રોલ પંપો પર ટ્રાફિક પોલીસ, દિલ્હી પોલીસ અને પરિવહન વિભાગના અધિકારીઓ તૈનાત રહ્યા હતા, આ નિર્ણયના કડક અમલ માટે નિરીક્ષણ હાથ ધર્યું.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દિલ્હીનું પર્યાવરણ સુધારવાનો અને પ્રદૂષણ ઘટાડવાનો છે. આ નિયમ 1 નવેમ્બરથી દિલ્હીની આસપાસના વિસ્તારોમાં પણ લાગુ થશે. જૂના વાહનોના માલિકોને 15 દિવસમાં તેમના વાહનો કબાડખાનામાંથી પાછા લેવા માટે દંડ ભરવો પડશે અને પરિવહન વિભાગની એનઓસી મેળવીને દિલ્હીની બહાર વાહન રજિસ્ટર કરાવવું પડશે.