ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 સિરીઝની બીજી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ ટી-20 મેચ ભારતે જીત્યા બાદ બીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 વિકેટે પરાજય આપ્યો છે. ગકેબરહામાં રમાઈ રહેલી આ મેચમાં આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતીય ટીમ 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવી જીતનો 125નો ટાર્ગેટ આપ્યો હતો. જે જીતનો લક્ષ્ય દક્ષિણ આફ્રિકાએ હાંસલ કરી મેચ પોતાને નામે કરી હતી. આ સાથે જ ચાર મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
ભારત માટે ઘાતક બોલિંગ કરતા વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ બેટિંગ કરતા અણનમ 39 રન બનાવ્યા હતા. જ્યારે આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સ અને ગેરાલ્ડ કોએત્ઝીએ યજમાન આફ્રિકાની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું