માનવ ઇતિહાસનો સૌથી શક્તિશાળી ઉપગ્રહ NISAR આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતીય સ્પેસ એજન્સી ISRO અને અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે. આ ઉપગ્રહ જ આખી દુનિયામાં થતી કોઈપણ પ્રકારની આપત્તિની માહિતી આપી શકે છે.
અવકાશમાં તૈનાત કરવામાં આવનાર આ ઉપગ્રહ NISAR ભૂકંપ, ભૂસ્ખલન, જંગલમાં આગ, વરસાદ, ચક્રવાતી તોફાનો, વાવાઝોડા, વીજળીના કડાકા, જ્વાળામુખી વિસ્ફોટ, ટેકટોનિક પ્લેટોની હિલચાલ પર નજર રાખશે. કુદરતી ઘટનાઓ થાય તે પહેલાં ચેતવણી આપશે.NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર લોન્ચ કર્યા પછી તે આવનારા ધરતીકંપ વિશે સમગ્ર વિશ્વને પ્રથમ માહિતી આપશે. NISAR સેન્ટીમીટર સ્તર સુધી ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને રેકોર્ડ કરવામાં સક્ષમ હશે. વધુ કે ઓછા હિલચાલથી ખબર પડશે કે ભૂકંપ ક્યાં અને ક્યારે આવી શકે છે. તે 12 દિવસમાં પૃથ્વીની આસપાસ ફરશે.
Leave a comment