મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. આ કેસમાં ફરાર મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાની ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર શિવ કુમાર ઉર્ફે શિવાની UP STF અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
શિવકુમારની સાથે તેના ચાર મદદગારોની પણ ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓમાં અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેન્દ્ર પ્રતાપ સિંહનો સમાવેશ થાય છે. તમામ બહરાઈચના ગંડારા ગામના રહેવાસી છે. તેઓ શિવ કુમારને આશ્રય આપવા અને નેપાળ ભાગી જવામાં મદદ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈમાં 12 ઓક્ટોબરે થયેલી બાબા સિદ્દીકીની હત્યામાં શિવાની સંડોવણી હતી. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.
https://x.com/guruprasadyada5/status/1855642593817731412
આરોપી શિવકુમાર નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ તે પહેલા જ તેની ધરપકડ કરી લેવાઈ છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ધરપકડ કરાયેલા મુખ્ય શૂટર શિવકુમારે ઉત્તર પ્રદેશ પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. શિવકુમારે પૂછપરછમાં જણાવ્યું કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગથી તે જોડાયેલો છે. વિદેશમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના ઈશારે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. અનમોલ બિશ્નોઈ સાથે તેની વાત શુભમ લોનકરે અનેક વખત કરાવી હતી. બાબા સિદ્દીકીની હત્યા માટે લોરેન્સના ભાઈએ તેને 10 લાખની સોપારી આપી હોવાનો પણ ખુલાસો શિવકુમારે કર્યો છે.
