4 ડિસેમ્બરે ISRO વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ઈસરો પોતાના આગામી ગેલેક્સી મિશન માટે PSLV-XL રોકેટથી યૂરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના પ્રોબા-3 સેટેલાઈટને લોન્ચ કરશે. આ Satellite નો મુખ્ય ઉદ્દેશ સૂર્યમાંથી નીકળતા કોરોના કિરણો અને એકસાથે અનેક Satellite ને કઈ રીતે લોન્ચ કરી શકાય, તે ટેક્નોલોજીનું પ્રદર્શન કરવાનું છે. યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબા-3 મિશનનો ખર્ચ લગભગ 1780 કરોડ રૂપિયા છે, જેનું આયુષ્ય લગભગ 2 વર્ષનું હશે. તેને 600 બાય 60530 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે, જેનો ભ્રમણકક્ષાનો સમયગાળો લગભગ 19.7 કલાકનો હશે.
સૂર્યના કોરોનાનું તાપમાન 2 મિલિયન ડિગ્રી ફેરનહીટ સુધી જાય છે, તેથી કોઈપણ સાધન વડે તેનો નજીકથી અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે. તેમ છતાં તે વૈજ્ઞાનિક અભ્યાસ અને તમામ અવકાશ હવામાન અને તેમના સંબંધિત ટર્બુલન્સ જેમ કે સૌર તોફાન, સૌર પવનો, જે સૂર્યના કોરોનાથી ઉદ્ભવે છે તે માટે જરૂરી છે. આ બધી ઘટનાઓ અવકાશના હવામાનને અસર કરે છે, સાથે જ સેટેલાઇટ આધારિત સંચાર, નેવિગેશન અને પૃથ્વી પર પાવર ગ્રીડના સંચાલનમાં પણ દખલ કરી શકે છે. આ તમામ બાબતોનો અભ્યાસ કરવા માટે પ્રોબા-3માં 3 ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા છે.