હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી ને સેશન કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો કર્યો હતો. આ દરમિયાન તેલંગાણા હાઇકોર્ટમાંથી એક્ટરને રાહત આપી હતી. જોકે, કોર્ટ તરફથી જામીન મળવા છતાં અભિનેતા અલ્લુ અર્જુને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી. આખી રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે સવારે લગભગ 6.40 વાગે જામીન પર છૂટીને બહાર આવી ગયા. અભિનેતાના પિતા અને ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદની સાથે સાથે અભિનેતાના સસરા કંચરલા ચંદ્રશેખર અલ્લુ અર્જુનને લેવા માટે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.અલ્લુ અર્જુનના જામીન પર છૂટકારા પર તેમના વકીલ અશોક રેડ્ડીએ કહ્યું કે કોર્ટના આદેશ મુજબ અલ્લુ અર્જુનને ગઈ કાલે (13મી ડિસેમ્બર) જ છોડી મૂકવા જોઈતા હતા. તેમણે જે કર્યું તે યોગ્ય નહતું. અમે કાનૂની રીતે આગળ વધીશું.