ગુજરાત ગેસે CNG વાહનચાલકોને ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાત ગેસના સીએનજીની કિંમત પ્રતિ કિલો 79.29 રૂપિયા થઈ છે. કંપની દ્વારા છેલ્લા 6 મહિનામાં ચાર વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 1 ડિસેમ્બર 2024ના રોજ પણ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારે ફરી એકવાર કંપનીએ સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો દોઢ રૂપિયાનો વધારો કરતા સીએનજી વાહન ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે.