વિશ્વના મોટાભાગના દેશોએ 2024ને અલવિદા કહીને વર્ષ 2025ને આવકાર્યું છે. આ દરમિયાન ભારતમાં પણ નવા વર્ષનું આગમન થઇ ચૂક્યું છે. દેશના મુખ્ય શહેરોમાં આતશબાજી, ડીજે પાર્ટી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ મોડી રાત્રે 12 વાગ્યાના ટકોરે નવા વર્ષની ઉજવણી કરી હતી.
https://x.com/ANI/status/1874164168871530693
મહારાષ્ટ્રમાં મુંબઇમાં લોકો મોટી સંખ્યામાં નવા વર્ષની ઉજવણી કરવા એકઠા થયા હતા. આ દરમિયાન મરીન ડ્રાઇવ પર લોકોએ આતશબાજી સાથે વર્ષ 2025નું સ્વાગત કર્યું હતું.
https://x.com/ANI/status/1874163487716569496
તેમજ પંજાબના અમૃતસર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સુવર્ણ મંદિરમાં ઉમટ્યા હતા, અને શ્રદ્ધાળુઓએ નવા વર્ષની શરૂઆત મંદિરના દર્શન કરીને કરી છે. હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન શહેર મનાલીમાં હજારોની સંખ્યામાં લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ઘણાં લોકો ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા.