પ્રાર્થના કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈ પણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણ કાયદા 2000નો કડકાઈથી અમલ કરવાનો મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો છે અને લાઉડસ્પીકર વાપરીને કોઈ ધાર્મિક સ્થળ ધ્વનિ પ્રદૂષણ કરે નહીં તેની તકેદારી લેવા જણાવ્યું છે.
મુંબઈ સર્વધર્મી શહેર છે અને વિવિધ ધર્મના લોકો અહીં રહે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.લાઉડસ્પીકરનો વપરાશ નકારવાથી કોઈ રીતે અધિકાર પર અસર થતી હોવાનો કોઈ દાવો કરી શકે નહીં. જનહિતમાં આવી પરવાનગી આપવી જોઈએ નહીં. પરવાનગી નકારવાથી કોઈ બંધારણીય અધિકારનો ભંગ થતો નથી.