કેન્દ્રની મોદી સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર 2025 માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે. જેમાં ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારોથી સન્માનિત કરાશે.
જેમાં કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન માટે કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપવા બદલ પંકજ પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત સોમપુરા, પરમાર લવજીભાઈ, રતનકુમાર પરીમુ, સુરેશ સોની તેમજ તુષાર શુક્લાને પદ્મ શ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
