વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ‘યુથ ફોર ડેવલપ્ડ ઈન્ડિયા’ કાર્યક્રમમાં દિલ્હી યુનિવર્સિટીની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવી રહેલ કેટલાક કડક નિર્ણયોની ભારત પર શું અસર થશે તેમજ ભારત કેવી નીતિ અપનાવશે તે અંગે પણ વાત કરી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જ્યારથી શપથ લીધા છે ત્યારથી તે તાબડતોબ નિર્ણયો લઈ રહ્યા છે.
https://x.com/DDNewsGujarati/status/1884884289550000624
આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ડીલ કરવા માટે દેશની વિદેશ નીતિઓમાં ફેરફાર કરવાનું આહ્વાન કર્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, ટ્રમ્પના આગમનથી ઘણુ બધું બદલાશે. બની શકે કે અમુક મુદ્દા એકદમ અલગ હોય પણ આપણે દેશહિતને પ્રાધાન્ય આપતાં આપણી વિદેશ નીતિઓ બદલવી પડશે. તેમણે કહ્યું કે અમુક એવા મુદ્દા પણ હશે જેની સાથે આપણે અસમંત હોઈશું પણ એવા ઘણા ક્ષેત્રો હશે જ્યાં આપણે એક જ મંચ પર રહીશું અને સહમત પણ થઇશું.