અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા અને ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લગાવ્યા છે. તેમણે આ અંગે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ અગાઉ શુક્રવારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકો માંથી આયાત પર 25 ટકા અને ચીની વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લગાવશે કારણ કે આ દેશોમાંથી ગેરકાયદેસર ફેન્ટેનાઇલ અમારા દેશમાં પહોંચી રહ્યું છે, જેમાં લાખો અમેરિકનો માર્યા ગયા છે. ફેન્ટેનાઇલ એક પાવરફુલ સિન્થેટિક ઓપિઓઇડ એટલે કે ડ્રગ્સ છે. તેનો ઓવરડોઝ મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટાડે છે. આનાથી વ્યક્તિ કોમામાં જઈ શકે છે, અથવા મૃત્યુ પણ પામી શકે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે, ટ્રમ્પ યુરોપથી આવતા એલ્યુમિનિયમ, કોપર, મેડિસિન અને સેમીકન્ડક્ટર પર ટેરિફ લગાવવા પર પણ વિચાર કરી રહ્યા છે.