ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલો મહાકુંભ ભારતીય રેલવેને ફળ્યો છે. જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ ડિવિઝનને રૂપિયા 186.45 કરોડની આવક થઈ છે. આમ, જાન્યુઆરીમાં રેલવેના અમદાવાદ ડિવિઝને દરરોજ સરેરાશ રૂપિયા 6 કરોડથી વધુની આવક કરી છે.ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનને નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.