રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન થયુ છે. લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. સત્યેન્દ્ર દાસ 1992થી રામ જન્મમૂમિમાં રામલલાના પૂજારી હતા. રામ મંદિર આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા હતી. 3 ફેબ્રુઆરીએ બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.લાંબી બીમારી બાદ સત્યેન્દ્ર દાસનું લખનૌના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે અવસાન થયું છે. સત્યેન્દ્ર દાસના પાર્થિવ દેહને પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. અંતિમ સંસ્કાર આવતીકાલે અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે.ઉલ્લેખનીય છે કે સત્યેન્દ્ર દાસે લગભગ 33 વર્ષ રામ મંદિરની સેવામાં વિતાવ્યા. ફેબ્રુઆરી 1992માં, જ્યારે ‘વિવાદાસ્પદ જમીન’ને કારણે રામ જન્મભૂમિની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવી, ત્યારે જૂના પૂજારી મહંત લાલદાસને દૂર કરવાની ચર્ચાઓ શરૂ થઈ. દરમિયાન, 1 માર્ચ, 1992ના રોજ, સત્યેન્દ્ર દાસની નિમણૂક ભાજપના સાંસદ વિનય કટિયાર, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને તત્કાલીન VHP વડા અશોક સિંઘલની સંમતિથી કરવામાં આવી હતી.