આપણા દેશમાં દર 28મી ફેબ્રુઆરીના રોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” મનાવવામાં આવે છે. વિજ્ઞાન અને તેની મહત્તા આપણે આ જે નકારી શકીએ તેમ નથી. એક સમયે જે કામ અશક્ય લાગતું હતું. તે આજે સરળ અને સુગમ લાગે. આ સુગમતા અને સરળતા વિજ્ઞાનના આભારી છે તેમ કહેવુ ખોટુ નથી. આપણા દેશમાં દર 28મી ફેબ્રુઆરી ના રોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” મનાવવામાં આવે છે. આજના સમયમાં વિજ્ઞાનનું કેટલું મહત્વ છે. તે સમજાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતના મહાન ભૌતિક વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
ભૌતિકશાસ્ત્રમાં એક સદી પૂર્વે ભારતનું નામ વિશ્વભરમાં રોશન કરનાર, ઈ. 1930 માં રમન ઈફેક્ટની શોધ માટે નોબેલ પ્રાઈઝ મેળવનાર તમિલ બ્રાહ્મણ પરિવારમાં 7 નવેમ્બર 1888ના જન્મેલા ચંદ્રશેખર વેંકટ રામન (સી.વી.રામન)ના માનમાં દર દેશમાં ઈ.સ. 1987થી દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં છે.પ્રકાશના ફોટોન થીયોરીથી જાણીતી “રામન ઈફેક્ટ”ને સૌ કોઈ વિજ્ઞાન પ્રેમી જાણે છે. આ શોધ ભૌતિક વિજ્ઞાન માટે ઘણી મહત્વપૂર્ણ હતી. આ શોધ 1987માં 28 ફેબ્રુઆરીના રોજ સર સી.વી. રામન દ્વારા કરવામાં આવી હતી.આ દિવસ મનાવવા પાછળનું ઉદેશ્ય છે , કે લોકો વિજ્ઞાન અને તેના વિવિધ પાસાઓ અંગે જાણે અને સમજે. યુવા લોકો વિજ્ઞાનને પ્રેમ કરતા થાય અને દૈશને સર સી.વી. રામન જેવા અનેક વૈજ્ઞાનિકો મળે. દેશના વિકાસ માટે અવનવી તકનીક કે શોધ કરવા પ્રેરાય અને દેશની વિકાસગાથાના સાથી સહયોગી બને. બસ આશય થી દર વર્ષે 28મી ફ્રેબુઆરીના રોજ “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવવામાં કરવામાં આવે છે