ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમના બોલરોના શાનદાર દેખાવના કારણે ન્યુઝીલેન્ડની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચ જીતવાની સાથે ભારત હવે 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે પોતાની સેમીફાઇલન મેચ રમશે. ભારતે પહેલા બેટિંગ કરતાં 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય સ્પિનરોની સામે ઘૂંટણીએ પડી ગઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમ 205 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતના વરુણ ચક્રવર્તી એ શાનદાર બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપી હતી. જયારે કુલદીપ યાદવ, જાડેજાએ પણ સારી બોલિંગ કરી હતી.