2025 ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ શોર્ટ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ શોર્ટના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર કુપર કોનોલીને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.
હવે ટ્રેવિસ હેડ ભારતીય ટીમ સામેની મહત્વપૂર્ણ સેમીફાઈનલમાં નવા ઓપનિંગ પાર્ટનર સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે.મેથ્યુ શોર્ટની જગ્યાએ ઓસ્ટ્રેલિયા પાસે ઓપનિંગ માટે બે વિકલ્પો ઉપલબ્ધ છે. ટીમ યુવા વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કને ટ્રેવિસ હેડ સાથે ઓપનિંગ કરવાની તક આપી શકે છે. આ ઉપરાંત, ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર એરોન હાર્ડી પણ ટીમમાં છે અને તે પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે વિકલ્પ બની શકે છે.
