અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદ (કોંગ્રેસ)ના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ટેરિફનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, અમે ભારત, ચીન, મેક્સિકો, કેનેડા સહિતના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે 1 એપ્રિલના દિવસે ‘એપ્રિલ ફૂલ’ હોવાને કારણે અમે 2 એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરી મહાન બનાવવા માટે લાગુ કરાયો છે.ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા. જેના પર અમે કાર્યવાહી કરી છે. ટ્રમ્પે પોતાના ભાષણમાં આ નીતિને અમેરિકન અર્થતંત્રમાં “નિષ્પક્ષતા અને સંતુલન લાવવાના પગલા તરીકે વર્ણવી છે.