By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: એક વિરોધ આંદોલનથી થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > પોઝિટિવ સ્પેશિયલ > આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: એક વિરોધ આંદોલનથી થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત
પોઝિટિવ સ્પેશિયલબાયોગ્રાફી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: એક વિરોધ આંદોલનથી થઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: March 8, 2025 9:25 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

આજે ભારત સહિત વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સદી કરતાં પણ વધુ સમયથી વિશ્વભરના લોકો આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે.આ એક વૈશ્વિક દિવસ છે જેમાં મહિલાઓએ મેળવેલી સફળતાને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે. તથા આ દિવસે લૈંગિક સમાનતા અને ભેદભાવ અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઇ હતી. શ્રમિક ચળવળમાંથી શરૂ થયેલો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્વીકૃત વાર્ષિક ઘટના છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ રોપાયું હતું. એ દિવસે એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની જાહેરાત કરી હતી. એ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો આઇડિયા ક્લૅરા ઝૅટકિન નામનાં મહિલાનો હતો.ક્લેરા ઝેટકીન એ પ્રથમ વ્યક્તિ હતી, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી વિશે વિચાર્યું.1910માં કૉપનહેગનમાં યોજાયેલી નોકરિયાત મહિલાઓની એક ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં ક્લૅરાએ આ વિચાર રજૂ કર્યો હતો.

એ કૉન્ફરસન્માં હાજર રહેલાં 17 દેશોનાં 100 મહિલાઓએ તે વિચારનો સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સૌથી પહેલાં 1911માં ઑસ્ટ્રિયા, ડૅન્માર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કરવામાં આવી હતી. આ દિવસની શતાબ્દીની ઉજવણી 2011માં કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘે 1977માં ઉજવણી શરૂ કરી ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.

You Might Also Like

જોય ઓફ ગિવિંગ: દિવ્યાંગ બાળકો માટે વ્હીલચેર વિતરણ અભિયાન

નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર, મકાન ટ્રાન્સફરને લઈ સરકારે લીધો મોટો નિર્ણય

રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીઓની મદદે આવી અનંત અંબાણીની ‘વનતારા’

Elon Musk Birthday : Tech કિંગ એલન મસ્કનો આજે જન્મદિવસ

ક્રિકેટર રીકું સિંહને લોટરી લાગી, બનશે યોગી સરકારના અધિકારી

Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

જોય ઓફ ગિવિંગ: દિવ્યાંગ બાળકો માટે વ્હીલચેર વિતરણ અભિયાન
પોઝિટિવ સ્પેશિયલ
અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?