જ્યોતિષપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે જ્ઞાનવાપી અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરોના નિર્માણને લઈ મહત્વનું નિવેદન આપ્યુ હતું. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, દેશમાં ગૌહત્યા બંધ કરવામાં આવે તો શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર એક દિવસમાં બની જશે.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ ગાયની સેવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા, પરંતુ આજે શું થઈ રહ્યું છે? ગાયોની કતલ થઈ રહી છે, પશુઓના ટુકડા કરીને વેચાઈ રહ્યા છે. ગાયોની કતલ કરનારાઓને કૃષ્ણ જન્મસ્થળ કેમ મળવું જોઈએ? ગૌહત્યા પર ચૂપ રહેનારાઓને કૃષ્ણ જન્મસ્થળ કેમ મળવું જોઈએ? જો તમારે કૃષ્ણ સાથે આંખ મિલાવવી હોય, તો તમારે ગૌહત્યા બંધ કરવી પડશે. જ્ઞાનવાપીમાં સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ, જિલ્લા વહીવટીતંત્રે મંદિરને જાળીથી ઢાંકી દીધું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ડીયુ પ્રોટેક્શનનો આદેશ આપ્યો હતો. વારાણસી જિલ્લા વહીવટીતંત્ર સુપ્રીમ કોર્ટના આદેશનું અનાદર કરી રહ્યો છે.