અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ આજે બુધવારથી લાગુ કરવામાં આવી છે. ઊંચા ટેરિફને કારણે શેરબજારમાં કડાકો અને આર્થિક મંદીના ભય વચ્ચે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે નવી ટેરિફ સિસ્ટમ અમેરિકન ફેક્ટરીઓમાં રોજગારની તકો ઊભી કરવામાં મદદ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનની આવતી વસ્તુઓ પર વધુને વધુ ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી છે જેના લીધે વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધ વધવાની આશંકા વધી ગઇ છે. જોકે અમેરિકાના મુખ્ય વ્યાપારિક ભાગીદારોએ કહ્યું કે અમે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા પહેલાથી લાદેલા વેપાર અવરોધોનો યોગ્ય જવાબ આપીશું. અહેવાલ મુજબ ટ્રમ્પ ટ્રમ્પે કહ્યું કે જો યુરોપિયન યુનિયન આગામી મહિને અમુક અમેરિકન વસ્તુઓ પર જવાબી ટેરિફ કે ટેક્સ લાદવાની યોજના પર અમલ કરશે તો અમે પણ વધુને વધુ ટેરિફ લાદવા તૈયાર છીએ. તે અમારાથી જેટલો પણ ટેક્સ વસૂલશે અમે તે પાછો લઈ લઈશું. ટેરિફ પર ભાર મૂકતા ટ્રમ્પે રોકાણકારો, ગ્રાહકો અને વેપાર જગતના વિશ્વાસને હચમચાવી નાખ્યો છે અને મંદીની આશંકા સતત વધતી જઇ રહી છે.