જૂનાગઢમાં લંપટ પ્રોફેસરનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ભેસાણની સરકારી વિનયન કોલેજમાં લંપટ પ્રોફેસરે દીકરી સમાન વિદ્યાર્થિની પર પોતાની કુદ્રષ્ટિ નાખી હતી. અને વિદ્યાર્થિનીને બિભત્સ મેસેજ કરીને અઘટિત માગ કરી હતી.વિદ્યાર્થિનીએ આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor) સચીન પીઠડિયાએ બિભત્સ મેસેજ (Vulgur Message) કર્યું હોવાની પ્રિન્સિપાલને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, મેસેજમાં કહ્યું..કાલે બોલાવી હતી તો કેમ ન આવી ? કોલેજના ઇન્ટર્નલ માર્ક ઓછા આપવાની આસિસ્ટન્ટ પ્રોફેસરે ધમકી પણ આપી હતી. આસિ. પ્રોફેસરે સો.મીડિયા પર વિદ્યાર્થિનીની છેડતી (Harassment) કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીએ ફરિયાદ કરતા જણાવ્યું કે, માર્કસ જોઈએ છે ને..તેવા પણ મેસેજ કર્યા હતા.વિદ્યાર્થિનીની છેડતીનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારે આસિ. પ્રોફેસરનું સમગ્ર મામલે સમાધાન થઈ ગયું હોવાનું રટણ કરતો રહ્યો છે. આ મામલેે ઝડપથી વિદ્યાર્થિનીઓને ન્યાય મળે તેમ વાલીઓએ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.
