જો તમને પૂછવામાં આવે કે દુનિયાની સૌથી લાંબી ઇન્ટરનેશનલ બોર્ડર કઈ બે દેશો વચ્ચે આવેલી છે, તો તમારો જવાબ કેનેડા અને અમેરિકા હશે. આ બંને દેશ એક-બીજા સાથે સૌથી લાંબી ઇન્ટરનેશનલ બોર્ડર શેર કરે છે. પરંતુ ધરતી પર સૌથી નાની ઇન્ટરનેશનલ બોર્ડર કઈ છે? તે ક્યાં બે દેશો વચ્ચે આવેલી છે? તો તેનો જવાબ ખૂબ ઓછા લોકો જાણતા હશે. તમને એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી ટુંકી સરહદ માત્ર ૮૫ મીટરની છે.
આ અનોખી સરહદ સ્પેન અને મોરકકો વચ્ચે આવેલી છે. આલ સરહદ બે નાની ચટ્ટાનથી જોડાયેલી છે. આ ચટ્ટાનનું નામ પેનોન ધ વેલેજ દે લા ગોમેરા છે જે ઉત્તર આફ્રિકામાં આવેલી છે.આ દુનિયાની સૌથી નાની રાષ્ટ્રીય બાર્ડરનો ભાગ છે. તેના ખડકનું ક્ષેત્રફળ આશરે 19,000 વર્ગ મીટર છે. વર્ષ 1564માં સ્પેનના એક સેનાપતિ પેડ્રો દે એસ્ટોપિનને તેના પર કબજો કર્યો હતો, ત્યારથી તે સ્પેનનો ભાગ છે. મોરોક્કોએ ઘણી વખત આ જગ્યા પર પોતાનો દાવો કર્યો છે, પરંતુ સ્પેને ક્યારેય તેને છોડ્યું નથી. ત્યાં સ્પેનના સૈનિકો રહે છે જે તેની રક્ષા કરે છે. જણાવી દઈએ કે સ્પેનની જમીની સરહદ લગભગ 2000 કિલોમીટર લાંબી છે.
આ આંતરરાષ્ટ્રીય સરહદ પોર્ટુગલ અને ફ્રાન્સ સાથે જોડાયેલી છે. પરંતુ સ્પેનની કેટલીક નાની સરહદો પણ છે, જેમ કે એન્ડોરા, જિબ્રાલ્ટર (યુનાઇટેડ કિંગડમ) અને મોરક્કો સાથે. આમાંથી મોરક્કો સાથેની 85 મીટરની સરહદ સૌથી નાની છે. આ સરહદ પેનોન દે વેલેઝને મોરક્કોના કિનારા સાથે જોડે છે. આ ખડક સ્પેનના ખાસ વિસ્તારોમાંની એક છે, જે ઉત્તર આફ્રિકામાં છે. તેમાં સેઉટા, મેલિલા, પેનોન દે અલ્હુસેમાસ, ચફારિનાસ દ્વીપ અને ઇસ્લા દે પેરેજિલ પણ સામેલ છે. આ સ્પેનના અધિકાર હેઠળ છે, પરંતુ તેમને સંપૂર્ણ દેશ માનવામાં આવતો નથી. પહેલા આ ખડક એક ટાપુ હતો. 1934માં એક ભૂકંપ આવ્યો અને તેણે એક નાનો રસ્તો બનાવી દીધો, જેના કારણે આ ટાપુ એક પ્રાયદ્વીપ બની ગયો. ત્યારથી આ 85 મીટરની સરહદ દુનિયાની સૌથી નાની સરહદ કહેવાય છે.
