સ્વિત્ઝરલેન્ડની સરકારે એક એવા મશીનના ઉપયોગની મંજૂરી આપી છે, જે 1 મિનિટમાં જ વ્યક્તિને મોત આપે છે. જી હાં, આ શબપેટીના આકારના મશીનમાં કોઈપણ વ્યક્તિ 1 મિનિટની અંદર કોઈપણ પ્રકારની પીડા (દર્દ) વિના મૃત્યુ મેળવી શકે છે. આ મશીન દ્વારા ઓક્સિજનનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી જાય છે જેના કારણે 1 મિનિટમાં મૃત્યુ થાય છે.
મળતી માહિતી મુજબ,સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈચ્છામૃત્યુ માટે સાર્કો નામના મશીનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે, જેમાં લોકો સૂઈને એક મિનિટમાં મૃત્યુને ભેટી શકે છે, તે પણ કોઈપણ પીડા વિના. આ ઉપકરણ શબપેટી જેવો આકાર ધરાવે છે. જોકે, આ મશીનને લઈને દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં, તે એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે જેઓ ઈચ્છામૃત્યુ દ્વારા મૃત્યુને સ્વીકારવા માંગે છે. બાય ધ વે, સ્વિટ્ઝર્લૅન્ડ પણ એક એવો દેશ છે જ્યાં પરવાનગી મળ્યા પછી આત્મહત્યા કરી શકાય છે.
