હુરુન ગ્લોબલ રિચની લિસ્ટ જારી કરવામાં આવી ચુકી છે. ભારતના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણીની આ યાદીમાં ટોપ 10માંથી બહાર થઇ ગયા છે પરંતુ મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. બીજી બાજુ ગૌતમ અદાણી ભલે ટોપ 10માં નથી પરંતુ ગૌતમ અદાણીની સંપત્તિ દુનિયામાં સૌથી વધુ વધી છે.
દેશના 284 અબજોપતિની સંપત્તિ 2024માં 10 ટકા વધીને 98 લાખ કરોડ રૂપિયા અથવા તો ઘરેલુ જીડીપીના એક તૃતિયાંશ જેટલી થઇ ગઇ છે. ચીનના 29027 કરોડ રૂપિયાની તુલનામાં ભારતમાં દરેક અબજોપતિની સરેરાશ સંપત્તિ 34514 કરોડ છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ દુનિયામાં સૌથી વધુ એક લાખ કરોડ વધી છે. જેથી તેમની સંપત્તિ 8.4 લાખ કરોડ થઇ ગઇ છે. મુકેશ અંબાણીની સંપત્તિ 13 ટકા ઘટીને 8.6 લાખ કરોડ થઇ ગઇ છે.