આજે દેશ-દુનિયામાં વસતા સિંધી સમાજના ભાઈઓ-બહેનો દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી રહી છે. ચેટીચાંદએ સૌથી લોકપ્રિય સિંધી તહેવાર છે. ચેટીચાંદનો તહેવાર ભગવાન ઝુલેલાલની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઝુલેલાલ ફક્ત સિંધીઓના રક્ષક જ નથી પણ તેમના પૂજનીય દેવતા પણ છે. સિંધી નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, મિર્ખશાહ નામનો એક ક્રૂર મુઘલ રાજા હતો, જે લોકોને ઇસ્લામ (Islam) સ્વીકારવા માટે ધમકાવતો અને દબાણ કરતો હતો. આ ક્રૂર રાજાથી બચવા માટે, સિંધીઓએ નદી દેવતાને પ્રાર્થના કરી અને તેમની પૂજા કરવાનું શરૂ કર્યું.ચાલીસ દિવસ પછી નદીમાંથી એક દેવ પ્રગટ થયા અને લોકોને વચન આપ્યું કે તે આ જુલમી શાસકથી તેમનું રક્ષણ કરશે. પોતાના વચન પ્રમાણે, પાણીના દેવે સિંધી લોકોને જુલમી શાસકથી બચાવ્યા. ભગવાન ઝુલેલાલ (God Jhulelal)ને વરુણ દેવ (Varun Devta)નો અવતાર માનવામાં આવે છે.
ભગવાન ઝુલેલાલ (ઝુલેલાલ ભગવાન)ને ઉદેરોલાલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમને પાણીના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે સિંધી લોકો વેપાર માટે જળમાર્ગો (Water Way) દ્વારા મુસાફરી કરતા હતા, ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આવી સ્થિતિમાં, તે સલામત યાત્રા માટે જળદેવતા ઝુલેલાલને પ્રાર્થના કરતા અને જો યાત્રા સફળ થાય તો ભગવાન ઝુલેલાલનો આભાર માનતા.