કોરોના વાયરસના નવા વેરિઅન્ટે ફરી એકવાર દુનિયાની ચિંતામાં વધારી કરી દીધો છે. આ નવા વેરિઅન્ટના કેસ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં જોવા મળ્યા છે. એકબાજુ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને કોરોના થયો છે. તેમના તબીબોએ આ માહિતી આપી છે. તાવ અને શ્વાસની તકલીફ થયા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બીજી બાજુ આ નવો વેરિઅન્ટ ઓસ્ટ્રેલિયાના કેટલાક શહેરોમાં જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયામાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે.ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના પાંચમાંથી એક કેસ માટે આ નવા વેરિઅન્ટને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. બ્રિટનના કેટલાક શહેરોમાં પણ તેના કેસ નોંધાયા છે.